22.10.2018 SGPC News

આજ તા. ૨૨.૧૦.૨૦૧૮, સોમવાર ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે  કલેક્ટર કચેરી ખાતે એમ્બ્રોઈડરી ના યુનિટો મા હાલમાં કારીગરો અને માલિકો વચ્ચે અઠવાડિક રજા ના મૂદ્દે ઉભી થયેલી મડાગાંઠ ના ઉકેલ માટે માનનિય કલેક્ટર શ્રી ધવલ પટેલ ના અસરકારક માર્ગદર્શન હેઠળ વિવિધ લેબર યુનિયન, એમ્બ્રોઈડરી યુનિટ ના પ્રતિનિધિઓ તથા શ્રમ તથા રોજગાર વિભાગ ના અધિકારીઓ ની બેઠક થઇ હતી. આ પ્રસંગે માનનિય કલેકટર શ્રી ઉપરાંત લેબર યુનિયન તરફથી SGPC ના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી નૈષધભાઈ દેસાઈ,  એમ્બ્રોઈડરી યુનિટ એસોસિએશન તરફથી એસોસિએશન ના પ્રમુખ શ્રી દિનેશ ભાઈ અણઘણ,શ્રમ તથા રોજગાર વિભાગ તરફથી શ્રી એમ. એન. ગામેતી તથા નિવૃત નાયબ નિયામક ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય સુરત, શ્રી એલ કે ડુંગરાણી તથા SGPC તરફથી માનદ્ મંત્રી શ્રી યોગેશભાઈ ઘીવાળા ઉપસ્થિત રહ્યા હતા.

ભવિષ્ય માં શ્રમીકો અને ફેક્ટરી માલિકો વચ્ચે ઘર્ષણ ઘટાડવા ના પ્રયાસરૂપે એમ્બ્રોઈડરી યુનિટ ધારકો ને શ્રમ કાયદા ની જોગવાઈઓ ની જાણકારી આપવા માટે, શ્રમ તથા રોજગાર વિભાગ તરફથી તા. ૨૬.૧૦.૨૦૧૮ ના રોજ સવારે ૧૧.૦૦ થી ૧.૦૦ કલાક ના ૨ કલાક ના વર્કશોપનુ આયોજન કલેકટર કચેરી ના બીજા માળે સભાગૃહ મુકામે કરવામાં આવ્યું છે.

Comments

Popular posts from this blog