26.10.2018 SGPC News

આજ તા. ૨૬.૧૦.૨૦૧૮, શુક્રવાર ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે  કલેક્ટર કચેરી ના સભાગૃહ ખાતે તાજેતરમાં એમ્બ્રોઈડરી ના યુનિટના માલિકો અને કારીગરો વચ્ચે અઠવાડિક રજા તથા અન્ય મૂદ્દે ઉભી થયેલી મડાગાંઠ ભવિષ્ય માં ફરીથી ન ઉદ્ભવે તથા શ્રમીકો અને ફેક્ટરી માલિકો વચ્ચે ઘર્ષણ ઘટાડવા ના પ્રયાસરૂપે, એમ્બ્રોઈડરી યુનિટ ધારકો ને શ્રમ કાયદા ની જોગવાઈઓ ની જાણકારી આપવા માટે શ્રમ તથા રોજગાર વિભાગ તરફથી  ૨ કલાક ના વર્કશોપનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં  ૭૦ કરતાં વધુ યુનિટ ધારકોને  નિવૃત નાયબ નિયામક ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય સુરત, શ્રી એલ કે ડુંગરાણી દ્વારા  સરળ શબ્દોમાં  શ્રમ કાયદા ની જોગવાઈઓ ની સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે શ્રમ તથા રોજગાર વિભાગ તરફથી 
શ્રી G. L. પટેલ, શ્રી M. N. ગામેતી, શ્રમ વિભાગ તરફથી , એમ્બ્રોઈડરી યુનિટ એસોસિએશન તરફથી એસોસિએશન ના પ્રમુખ શ્રી દિનેશભાઈ અણઘણ, SGPC ના પ્રમુખ કુ. આશા દવે તથા માનદ્ મંત્રી શ્રી યોગેશભાઈ ઘીવાળા ઉપસ્થિત રહ્યા હતા.













Comments

Popular posts from this blog