Posts

समोत्सव 2019 (संस्कृति।आरोग्य।आहार।मुद्रानिवेश उत्सव 2019)

Image
સુરત ખાતે સૌપ્રથમ વાર NRI તથા NRG માટે નો ઉત્સવ समोत्सव 2019 (संस्कृति।आरोग्य।आहार।मुद्रानिवेश उत्सव 2019)  તારીખ - ૩જી જાન્યુઆરી ૨૦૧૯. સ્થળ : ઑરો યુનિવર્સિટી, સુરત. સમય : સવારે ૯.૦૦ કલાક થી સાંજે ૬.૦૦ કલાક આ કાર્યક્રમ ને ભારત સરકાર(GOI) ના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા  ટેકો જાહેર કરવામાં આવ્યો છે. પ્રદર્શન સ્ટોલ જેવા કે - આયુર્વેદિક તથા અન્ય તબીબી સેવાઓ પૂરી પાડનારી સંસ્થા  આહાર ( પરંપરાગત તથા પોષણયુક્ત તથા સુરતી વાનગીઓ)  બેન્કર્સ, ઈક્વિટી બ્રોકર, મ્યુચ્યુઅલ ફંડ ડીસ્ટ્રીબ્યુટર્સ અને વીમા કંપનીઓ)  જ્વેલરી  ડ્રેસ મટીરીયલ્સ, સાડી તથા તૈયાર કપડા (Garments)  ગીફ્ટ આર્ટિકલ આ કાર્યક્રમ માં ૩૦૦ થી વધુ NRI/ NRG વિવિધ સ્ટોલની મુલાકાત લેશે તથા Conclave  # संवाद भारत on (Growing & Glowing India) માં ભાગ લેશે અને ભારત સરકાર તથા ગુજરાત સરકાર ના માનનિય મંત્રીઓ તથા સરકારી અધિકારીઓ અને જાણીતા નિષ્ણાતો સાથે પોતાના વિચારો/મંતવ્ય ની આપ-લે કરશે. - કાર્યક્રમ દરમિયાન પરંપરાગત ભારતીય સંસ્કૃતિ ના કાર્યક્રમો જેવા કે લોકનૃત્ય નુ આયોજન ક...

મહિલાઓ માટે ગુજરાત સરકાર ની નવી ટેક્સટાઇલ પોલિસી માટે દરખાસ્ત

Image
સાઉથ ગુજરાત પ્રોડકટીવીટી કાઉન્સિલ દ્વારા મહિલાઓ માટે ગુજરાત  સરકાર ની નવી ટેક્સટાઇલ પોલિસી માટે દરખાસ્ત Asha Ramnarayan Dave President SGPC

SGPC Team wishes on Deepavali & Nav Varsh

Image
South Gujarat Productivity Council Surat SGPC   Team convey Best  W ishes to you all & your families on Deepavali & wish Happy New Year . Asha Ramnarayan Dave  President  South Gujarat Productivity Council SGPC  Surat

26.10.2018 SGPC News

Image
Mega Job Fair inaugurated in presence of Surat Collector Sh. Dhaval Patel ji, Add.Director Sh. Bhalodia ji(Employment Department GOG), Pro VC VNSGU Sh. Bhaskar Raval ji,SGCCI President Sh. Hetal Mehta ji , SGPC President Ms. Asha Ramnarayan Dave , DIC RM Sh. Patel ji with more than 75 employers with numerous job vacancies & approx 1800 candidates attended for jobs. Great work by Surat Employment Department under leadership of Mr. Vasavaji, Ms.Parul Patel , Mr. Pramod Mishra & Mr.Bipin Mangukia

26.10.2018 SGPC News

Image
આજ તા. ૨૬.૧૦.૨૦૧૮, શુક્રવાર ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે  કલેક્ટર કચેરી ના સભાગૃહ ખાતે તાજેતરમાં એમ્બ્રોઈડરી ના યુનિટના માલિકો અને કારીગરો વચ્ચે અઠવાડિક રજા તથા અન્ય મૂદ્દે ઉભી થયેલી મડાગાંઠ ભવિષ્ય માં ફરીથી ન ઉદ્ભવે તથા શ્રમીકો અને ફેક્ટરી માલિકો વચ્ચે ઘર્ષણ ઘટાડવા ના પ્રયાસરૂપે, એમ્બ્રોઈડરી યુનિટ ધારકો ને શ્રમ કાયદા ની જોગવાઈઓ ની જાણકારી આપવા માટે શ્રમ તથા રોજગાર વિભાગ તરફથી  ૨ કલાક ના વર્કશોપનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં  ૭૦ કરતાં વધુ યુનિટ ધારકોને  નિવૃત નાયબ નિયામક ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય સુરત, શ્રી એલ કે ડુંગરાણી દ્વારા  સરળ શબ્દોમાં  શ્રમ કાયદા ની જોગવાઈઓ ની સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે શ્રમ તથા રોજગાર વિભાગ તરફથી  શ્રી  G. L. પટેલ,  શ્રી M. N. ગામેતી, શ્રમ વિભાગ તરફથી , એમ્બ્રોઈડરી યુનિટ એસોસિએશન તરફથી એસોસિએશન ના પ્રમુખ શ્રી દિનેશભાઈ અણઘણ, SGPC ના પ્રમુખ કુ. આશા દવે તથા માનદ્ મંત્રી શ્રી યોગેશભાઈ ઘીવાળા ઉપસ્થિત રહ્યા હતા.

22.10.2018 SGPC News

આજ તા. ૨૨.૧૦.૨૦૧૮, સોમવાર ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે  કલેક્ટર કચેરી ખાતે એમ્બ્રોઈડરી ના યુનિટો મા હાલમાં કારીગરો અને માલિકો વચ્ચે અઠવાડિક રજા ના મૂદ્દે ઉભી થયેલી મડાગાંઠ ના ઉકેલ માટે માનનિય કલેક્ટર શ્રી ધવલ પટેલ ના અસરકારક માર્ગદર્શન હેઠળ વિવિધ લેબર યુનિયન, એમ્બ્રોઈડરી યુનિટ ના પ્રતિનિધિઓ તથા શ્રમ તથા રોજગાર વિભાગ ના અધિકારીઓ ની બેઠક થઇ હતી. આ પ્રસંગે માનનિય કલેકટર શ્રી ઉપરાંત લેબર યુનિયન તરફથી SGPC ના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી નૈષધભાઈ દેસાઈ,  એમ્બ્રોઈડરી યુનિટ એસોસિએશન તરફથી એસોસિએશન ના પ્રમુખ શ્રી દિનેશ ભાઈ અણઘણ,શ્રમ તથા રોજગાર વિભાગ તરફથી શ્રી એમ. એન. ગામેતી તથા નિવૃત નાયબ નિયામક ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય સુરત, શ્રી એલ કે ડુંગરાણી તથા SGPC તરફથી માનદ્ મંત્રી શ્રી યોગેશભાઈ ઘીવાળા ઉપસ્થિત રહ્યા હતા. ભવિષ્ય માં શ્રમીકો અને ફેક્ટરી માલિકો વચ્ચે ઘર્ષણ ઘટાડવા ના પ્રયાસરૂપે એમ્બ્રોઈડરી યુનિટ ધારકો ને શ્રમ કાયદા ની જોગવાઈઓ ની જાણકારી આપવા માટે, શ્રમ તથા રોજગાર વિભાગ તરફથી તા. ૨૬.૧૦.૨૦૧૮ ના રોજ સવારે ૧૧.૦૦ થી ૧.૦૦ કલાક ના ૨ કલાક ના વર્કશોપનુ આયોજન કલેકટર કચેરી ના બીજા માળે સભાગૃહ...

SGPC દ્વારા #શક્તિ પર્વ ની ઉજવણી તથા ધારાસભ્ય શ્રીમતી ઝંખના બેન પટેલ ના હસ્તે ઉદ્ઘાટન નો કાર્યક્રમ

Image
આજ તા. ૧૭.૧૦.૨૦૧૮, બુધવાર ના રોજ સાઉથ ગુજરાત પ્રોડક્ટિવિટી કાઉન્સિલ દ્વારા શરૂ થનારા વિવિધ વ્યવસાયીક તાલીમ વર્ગ જેવા કે  જ્વેલેરી ડીઝાઈનિંગ,  ડિપ્લોમા ઈન એક્ષ્પોર્ટ- ઈમ્પોર્ટ,  કોમ્પ્યુટર હાર્ડવેર સોફ્ટવેર નેટવર્કિંગ,   સ્પોકન ઈંગ્લિશ, સંસ્કૃત લર્નિંગ  મશરુમ ઉછેર અને ટેરેસ ગાર્ડનિંગ ના વર્ગોના  ઓલપાડ- સુરત ના ધારાસભ્ય શ્રીમતી ઝંખના બેન પટેલ ના હસ્તે ઉદ્ઘાટન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે નવરાત્રી ના આઠમ પર્વ નિમિત્તે શક્તિ પર્વ ની ઉજવણી અંતર્ગત તેઓ દ્વારા વિવિધ ક્ષેત્રે સફળ કુલ ૩૨ મહિલાઓનુ સમ્માન કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત વર્ગોમા પ્રવેશ નોંધણી નુ કાર્ય તા. ૨૨.૧૦.૨૦૧૮ ના રોજ થી શરુ થશે. contact no 9898991388